મારી ગતિ ને તારી ગતિ ક્યાં સમાન છે ?
મારે ધારા ને તારે ચરણ આસમાન છે
જીવાય સુખ સાહ્યબી તારી હવેલીએ
જ્યાં જિંદગી જીવાય તે મારું મકાન છે
જોડાઉં પ્રાર્થનામાં , ભજું શી રીતે હરિ?
મારે તો રોટલીની અપેક્ષા મહાન છે
હું તો સદાય શબ્દ રહ્યો માણસાઈનો
મારા મહીં ન બોધ ન તો બ્રહ્મજ્ઞાન છે
મારા દરેક દુઃખમાં તારો પ્રચુર હાથ
તારા દરેક સુખમાં મારું પ્રદાન છે
No comments:
Post a Comment