જ્યાં ગરીબીથી વધારે મોંઘવારી મારતી
મોંઘવારીથી વધુ બેરોજગારી મારતી
માર છે કાતિલ ને જાણ્યા છતાંયે જાય ત્યાં
તે મને બક્રરાવની જેમ જ ઉધારી મારતી
તાવ તડકાનો કરે ઉપાય શું દલિત આ?
મોત મારે તે પહેલાં તો બીમારી મારતી
ક્યાં મળે વિકાસનાં ફળ ચાખવા દલિતને
ફક્ત વાતોનાં વડાં ,આશા ઠગારી મારતી
No comments:
Post a Comment