એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Sunday, May 3, 2015

હથેળી પર હવે




હાથ જોડી ક્યાંય ના કરગર હવે
યુગ છે તારી હથેળી પર હવે

ડૂબમાં યુગો ગુમાવ્યા કિમતી
તું તારાં આંસુઓથી ડર હવે

કાયરો દેખાય છે શૂરા અહીં
પાંદડાની જેમ ના થર થર હવે

આરતી કે બાંગનું શું થઇ શકે ?
તું કરી લે સ્હેજ ઊંચો સ્વર હવે

શબ્દ લાગે બોલકો તો બોલકો
આકરૂં છે મૌનનું કળતર હવે

No comments:

Post a Comment