રથ ક્રાંતિનો લઇ આગળ જવું છે આપણે
કે વધુ ઉમદા વધુ ઉજ્વળ થવું છે આપણે
નાં કશું આવી શકે કર્તવ્યની આડે હવે
નાં નકારે કોઈ એવું બળ થવું છે આપણે
રાખશું જલતી મશાલો રક્તની બુનિયાદમાં
અંધકારે રોશનીની પળ થવું છે આપણે
છે જરૂરી જ્યોતનું કંઈ પેઢીઓ સુધી જવું
આભ શી ઊંચાઈ પર ઝળહળ થવું છે આપણે
નામ સિક્કા જેમ તેનું પણ વટાવ્યું આપણે
આજ પશ્ચાતાપનું વાદળ થવું છે આપણે
No comments:
Post a Comment