એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Saturday, May 2, 2015

તારણ છું



હોવા સાથે તો હું પણ છું
યુગો લગી લંબાતી ક્ષણ છું.

દરિયા વચ્ચે બેટ હતો હું
હવે દીવાદાંડીનું પ્રણ છું 

હું ટહૂકો છું આમંત્રણનો
સોરાજ ઉગવાનું કારણ છું 

અવગણનાની આંધી વચ્ચે
ઉગી ચૂકેલું એક ચરણ છું

ભૂંસી નાખ્યો ચહેરો તોયે
માણસ હોવાનું તારણ છું

No comments:

Post a Comment