સંસ્મરણમાં આજ મૂકી છે ગઝલ
વંદના રૂપે જ ઝૂકી છે ગઝલ
ફૂલ બદલે શબ્દ લાવી છે ખરા
નાં શિરસ્તો કોઈ ચૂકી છે ગઝલ
શબ્દમાં તેણે રચેલો સૂર્ય પણ
તોપગોળાથી બળૂકી છે ગઝલ
કોલ એ માથાભેર એ સંઘર્ષનો
શંખનાદે આજ ફૂંકી છે ગઝલ
વ્યક્ત કરવો કેમ તેના વ્યાપને ?
લાગશે કે સ્હેજ ટૂંકી છે ગઝલ
No comments:
Post a Comment