એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Thursday, May 21, 2015

જે બને તે


 

 

જે બને તે પ્રેમપૂર્વક, પ્રેમનો આશય બને

પ્રેમ પામે, માનવીથી માનવી નિર્ભય બને

 

સત્યને જાણે નહીં,અસત્યનો તે પક્ષ લે

સત્ય કેવળ સત્ય ભણતરનો હવે  વિષય બને

 

ભીતરે જાગે રહે ના સૂર્ય કાળો તેમનો

ઝંખનાઓની ધરા પર પૂર્ણ સૂર્યોદય બને

 

ઉકાળેલા નીરમાં જોવા મળે પ્રતિબિંબ ના

ક્રોધમાં લીધેલ સાચો ના કદી  નિર્ણય બને

 

ભેદભાવો   કર્મકાંડો એ જ તોડી આ કમર  

જો ટળે તે બેઉ સાથે, જિંદગી સુખમય બને


 

No comments:

Post a Comment