છે બાળવાં અનિષ્ટ હવે કાળઝાળ થા
ફેંકાઇ જાય દુષ્ટ બધા એ જુવાળ થા
તું તોપ જેમ ફૂટ અને ધ્વસ્ત કર બધું
ફૂંકી જ નાખ , ક્રૂર ધરોહારનો કાળ થા
બે હાથ જોડવામાં ઘવાયો વધુ જ તું
તું નમ્ર છે વધારે, હવે વિકરાળ થા
જો માર ખાઈને ય થવાનું જ હોય તો
માથાં જ ફોડ તેમના ને લોહીયાળ થા
રાખે દરેક પારધી માળા તરફ નજર
ભોંકાય તીર જેમ, તું એવી જ ડાળ થા
યુગો પછી પડેલ આ વર્ષાની ધારનાં
પાણી વહી ન જાય, સરોવરની પાળ થા
No comments:
Post a Comment