આંખમાંનું ઝેર ઓછું થાય નાં
ઝેરથી આ ઝેર ઉતારાય ના
આંધીઓ એવી ચડે આ ઝેરની
સૂર્ય, દીવા, ઘર, કશું સચવાય ના
માણસો ચર્ચાય એ દિવાલના
આંતરે રસ્તો અને દેખાય ના
લાશ રઝળે, વાત રઝળે રોજના
થાય સંસદમાં હવે
ચર્ચાય ના
પથ્થરોમાં દેવ
જોતા જીવને
માણસોમાં માણસ
દેખાય ના
ભીંત તૂટે એ તરફ બર્લિનની
ભેદરેખા આ તરફ
ભૂંસાય ના
No comments:
Post a Comment