ને ક્યા જવું છે તેની ખબર હોવી જોઈએ
દ્રષ્ટિ સમક્ષ પૂરી સફર હોવી જોઈએ
જોવા તણું જ કામ, જુએ ચોતરફ ભલે
જોતી મનેય મારી નજર હોવી જોઈએ
દીવો લઈને નીકળું તે પૂરતું નથી
આંખોય રોશનીથી સભર હોવી જોઈએ
આંસુ જ સીંચવાથી નથી ઉગતું કશું
પીડા તને જરૂર ખબર હોવી જોઈએ
તેથી મર્યા પછીય ઉઘાડી છે પાંપણો
જોતી કદાચ બીજી સફર હોવી જોઈએ
No comments:
Post a Comment