જિંદગીની યોજનાઓ ખળભળી છે
એટલી ઈચ્છા અહીં ટોળે વળી છે
દોટ મૂકે છે મને પાછળ ધકેલી
જાત ઈચ્છાની ઘણી ઉતાવળી છે
હાર માને તો પછી ઈચ્છા જ શાની?
વેદનાની રાખ નીચે સળવળી છે
વિસરી મારી ગયો છું વેદનાઓ
ચીખતી જ્યારે હવા સામે મળી છે
મોતનાં ગાતી મરસિયા હોય જાણે
જિંદગીને કાન દઈને સાંભળી છે
ખુશનસીબો છે અમારાથી વધુ તે
જેમની એકાદ પણ ઈચ્છા ફળી છે
No comments:
Post a Comment