ના નથી કહેતા અમે તેને ઈજારો
આમ જુઓ તો હજી તો
છે તમારો
એટલી ચર્ચાય જે મારી ગણાતી
ભોગવો છો જે તમે તે ક્યાં વિચારો?
છે બલિહારી તમારા ફૂળની કે
ત્યાં અનામત, સુખનો કાયમ વધારો
સુખના દરિયા હથેળી પર તમારી
ત્યાં હજી છલકાય તે હિસ્સો જ મારો
છે દલિતો, વંચિતો ને સર્વહારા
દેશ આ કાંઈ નથી એક જ તમારો
No comments:
Post a Comment