એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Monday, May 4, 2015

ચીસો નથી શમી




ચીસો નથી શમી જ્યાં યુગોથી વેદનાની
આંસુ સિવાય શું છે શ્વાસોની આમદાની?

પૂછે હજીય જાતિ કુળ વંશ પ્રાંત ફળિયું
માણસની રીત માણસથી વેગળા જવાની

કાપે ધરાર અમને વૃક્ષોની જેમ તેઓ
ઝુંબેશ પણ ચલાવે વૃક્ષો ઉછેરવાની

હું ભૂતપ્રેત પાસે બેસી શકું કદાચિત
માણસ છતાંય માણસની બીક લાગવાની

No comments:

Post a Comment