સામે પેલું શિખર છે
ને મન ત્યાં જઈને
બેસી ગયું છે
તેની મનગમતી ઊંચાઈ
મળી ગઈ છે તેને
મેં પણ ઝંખી છે તે જ ઊંચાઈને.
મારે પણ પહોંચી જવું જોઈએ ત્યાં.
મારે પણ હોવું જોઈએ ત્યાં જ.
મન તો
ઉંચો કૂદકો મારીને
પહોંચી ગયું છે શિખર પર.
મારે તો
એક એક શ્વાસે
એક એક પગથિયું ચડવાનું છે.
શિખર ઊંચું છે
પડકાર પણ ઉંચો છે
ઉંચો છે તોય
પડકાર મને ગમે છે
No comments:
Post a Comment