એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Thursday, May 21, 2015

એક બીજો સૂર્ય


આભ પાસે અવનવાં ઇન્દ્રધનુ

રંગનો આધાર તેના સૂર્ય પર,

સર્જવા સક્ષમ અમે એવા ઘણા

અમારો સૂર્ય એવો દિવ્યતર

 

મંદિરો બંધાય પેલા સૂર્યનાં,

ધરા પર ,દંગ તો આકાશ પણ

દેવતા માને બધા સૂર્યને,

રાતના જેવું કરે જે આચરણ

 

સૂર્ય પેલો ઉગતો ક્ષિતિજ પર

રોજ લૂંટાઈ જતો સવારમાં.

કૈંક આશાઓ ઉઘડતી પાંપણે

રોજ રોળાઈ જતી પળવારમાં.

 

પદદલિતો, શોષિતો વંચિતની

આભ વચ્ચે ટળવળે નાહક નજર.

તે બધા કાજે ધરાએ અવતર્યો,

એક બીજો સૂર્ય તે આંબેડકર.

 

હાંસિયામાં જીવનારાના વળી

અન્યથા તો રાહ ક્યાંથી ઉજળા?

એક બીજા સૂર્યની ઉર્જા વિના

શ્વાસલાયક હોત ક્યાંથી દૂબળા?

 

તે મસીહા ન્યાયના હક્દારનો,

તે જ સંવિધાનનો શિલ્પી ખરો,

પક્ષકારો તો હજી અન્યાયના

તેમને આ સૂર્ય લાગે આકરો.

No comments:

Post a Comment