છોડી શકાય એવું ક્યાં છે વિચારવાનું ?
જાતે જ મેં સ્વીકાર્યું બોજો વધારવાનું
હું ધ્યેય છું મને ના પગલાંનો થાક લાગે
ભૂલી જતો અહીં તો રસ્તોય થાકવાનું
આંસુ તણા અરીસા સામે ન કોઈ જોતું
તેણે હવે સ્વીકાર્યું ગઝલોમાં આવવાનું
હું સાળવી શબદનો તાણા રચું ગઝલના
મારું ન કામ ખેતરનાં ચાડિયા થવાનું
આપી જઈશ તમને ઉજાસનું પગેરૂં
અંધારમાં ભલે ને મારે છે ચાલવાનું
No comments:
Post a Comment