એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Thursday, May 21, 2015

તો ય પગલાં ચાલશે



 

કંટકો ચોમેર વ્યાપે તો ય પગલાં ચાલશે

કોક તળિયે આગ ચાંપે, તો ય પગલાં ચાલશે

 

ના નડી એકેય મોસમ, માણસો નડશે ખરા

દ્વેષ ને તેના પ્રતાપે, તો ય પગલાં ચાલશે

 

એકલો તેનો ઈજારો હોય રસ્તો એમ ત્યાં  

ઊંચકી હો ફેણ સાપે, તો ય પગલાં ચાલશે

 

ચેતનાનો એક તણખો આંખ વચ્ચે પૂરતો                                          

અંધકારો લાખ શાપે, તો ય પગલાં ચાલશે

 

સાંક્ડી  કેડી મળી પેલા શિખર સુધી જવા

તે વળાંકો કંઇક આપે, તો ય પગલાં ચાલશે

No comments:

Post a Comment