જ્ઞાનનો આધાર નિરાધાર છે
કામ પર ઝાડું, કલમ બેકાર છે
સૂગ બીજાને ચડે ત્યાં દૂરથી
ને અહીં માથે જ નર્કાગાર છે
જાય ક્યાં પોતે કરે જો સૂગ તો ?
ત્યાં જ રોજીરોટીના દીદાર છે
મોતના કૂવા અને આ જિંદગી
કાન સૌ બહેરા, અહીં ચિત્કાર છે
આ શકુની ચાલ જાતિવાદની
જિંદગીની રોજ જાણે હાર છે
No comments:
Post a Comment