ચેતના આ સૂર્યવંશી છે અમારી
ઝંખનામાં ઝળહળે તે એકધારી
ભીંતમાં રસ્તો બતાવ્યો ચેતનાએ
ઉઘાડી સંકટ સમયમાં તે જ બારી
ફેંકશું દરિયામહીં લાચારીઓને
ચેતના સાચે જ આવી છે ખુમારી
સંત શું? પાખંડીઓ છે ને છે ધૂતારા
ચેતનાએ તેમની સત્તા નકારી
ચેતનાએ શબ્દ આપ્યો છે તપાવી
ને ઘડાઈ છે કવિતા
ક્રાંતિકારી
No comments:
Post a Comment