ફૂલ વરસાવી શકે એવી મદદગાર નથી
જિંદગી તારી કૃપાઓનો કરજદાર નથી
એટલે તારી પ્રસંશાય કરૂં શી રીતે?
જિંદગી એટલે હું તારો કસૂરવાર નથી
જિંદગી તારે ભરોસે જ લીધા શ્વાસ અમે
જિંદગી તારા ઈશારાના રહ્યા દાસ અમે
છીનવાયું એ બધું જેની કરી આશ અમે
કોઈ અરમાન ને જાણે કે અધિકાર નથી
કોઈ રસ્તે અપરિચિત મળે તેમ મળી
બે જ પગલાંનો રહ્યો સાથ કે બીજે તું વળી
જિંદગી તારા વિના લાશ આ ક્યાં ક્યાં રઝળી ?
શ્વાસના આવાગમનમાં ય રહ્યો સાર નથી
છેક મૂંઝાઈ જવું પાલવે એવું તો નથી
છે ઉદાસી આ કોઈ જાત પર દેવું તો નથી
છું નિરાધાર હું તારા વિના એવું તો નથી
કેમ કહેવાય કે મારો મને આધાર નથી
No comments:
Post a Comment