એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Monday, May 4, 2015

દેખાય છે મને




પગલાં પ્રવૃત્ત થાય છે દેખાય છે મને
જાણે પ્રવાહ જાય છે દેખાય છે મને

વાતાવરણ ઉદાસ નથી કાલ જેટલું
સંકેત શુભ જણાય છે દેખાય છે મને

દેખાય છે ઉઘાડ સમયનો મનુષ્યમાં
માણસપણું છવાય છે દેખાય છે મને 

રાતો પ્રચુર રક્તમાં તોયે અનુભવું
તેના હવે ઉપાય છે દેખાય છે મને

દોરી રહ્યો છે યુગને અદ્રશ્ય યુગપુરૂષ
દ્રશ્યો પસાર થાય છે દેખાય છે મને

No comments:

Post a Comment