એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Saturday, May 2, 2015

અમે




સંત પયગંબર ન અવતારી અમે


શબ્દના અવધૂત અલગારી અમે


પીઠ પર કોણે લખ્યા પહાડો નર્યા?
લાખમાંના એક ગિરધારી અમે 

હદ વટાવી જ્યારે દુર્ઘટના બની
ખૂબ ઘટનાને હતી વારી અમે

શબ્દ આવ્યો છે પીડાની સાથસાથ
જિંદગીના ખૂબ આભારી અમે

દીપ સળગે એ જ તેનું છે પ્રમાણ
ક્યાં હજી ઉમ્મીદ છે હારી અમે

ગીત મુક્તક કે અછાંદસ યા ગઝલ
દર્દની સીમાઓ શણગારી અમે

No comments:

Post a Comment