વાર તહેવારે કતલખાનાં રખાવે બંધ પણ
દંભ લાગે એમની આ પ્રાણીઓ પરની દયા
સંભળાતી હોય જો મૂંગા પશુની ચીસ તો
કેમ માણસના નિસાસા
ચીસ પર બહેરા થયા?
કોઈકે વેપારને નામે ઠગાઈ આચરી
શાહુકારે છીનવ્યાં ઘરબાર ખેતર વ્યાજમાં
ત્રાજવે ને ચોપડે ડૂબ્યાં નિરક્ષર લોક ત્યાં
ને તર્યા તેઓ જ આ વેપારમાં ને વ્યાજમાં
સાત પેઢી ખાય પણ ખૂટે નહીં ધન એટલું
બૂંદ પર્સેવોય નાં પાડ્યો અને ભેગું થયું
સુખ માણ્યું દીનદુઃખીનાં નિસાસા અવગણી
તેમનું ધન મંદિરોના પથ્થરોમાં પણ ગયું
જેટલા દિવસ કતલખાનાં રખાવે બંધ તે
એટલું પણ જો કરે તે બંધ શોષણ તો ખરૂં
જો પશુ કાજે દયાનો ભાવ જાગ્યો હોય તો
માનવી માટે કરે એવી મથામણ તો ખરૂં
No comments:
Post a Comment