દૂરના મુકામ પરની
જીદ જ્યારે હોય છે
ચાલમાં મારી ગતિ
પગથી વધારે હોય છે
જે નડી અડચણ મને તે
દૂર કરવી જોઈએ
તે પ્રયાસે
થોભવાનું ક્યાંક મારે હોય છે
ઘંટના ઘોંઘાટમાં તે
સંભળાયા હોય ના
રોજ પંખીનાં ટહુકા
તો સવારે હોય છે
ઉઘડેલાં કૈંક ને છે
કૈંક વાસેલાં હજી
આ સમયના તો ટકોરા
દ્વારે દ્વારે હોય છે
દૂરનું મુકામ પેલું
ઝંખનામય એટલું
લાગતું તો દૂર ને
પાસે ય ત્યારે હોય છે
No comments:
Post a Comment