એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Thursday, May 21, 2015

ચેતનાનો સૂર્ય


છેક છેવાડે વસેલું એક ઘર છે,

એક બીજો સૂર્ય ત્યાં આંબેડકર છે

 

ભીંસવાનાં તો હજી રૂઢી રિવાજો

કારગત ઉપાય તે આંબેડકર છે 

 

વેદના વિદ્રોહના મેળાપમાંથી,

જે રચાયો સૂર્ય તે આંબેડકર છે 

 

રોશનીનો સૂર્ય પેલો આભનો તે,

ચેતનાનો સૂર્ય તે આંબેડકર છે

 

શ્વાસ વચ્ચે ચેતના મૂકી જનારા

બુદ્ધ, ફૂલે તે પછી આંબેડકર છે

 

ના, નહીં વેઠે કશું અન્યાયકારી

એ જ સ્વાભિમાન તે આંબેડકર છે

 

જિંદગીનો અર્થ સમજાવેલ જેણે,

અર્થ સમજ્યા તે પ્રથમ આંબેડકર છે

No comments:

Post a Comment