એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Saturday, May 2, 2015

નીકળો





નીકળો સૌ દાહઘરથી નીકળો
ઘોર પીડાના નગરથી નીકળો

એ જ કહેતા આ સિતારા આભના
જિંદગીના નિમ્ન સ્તરથી નીકળો

મારશે, ઘર બાળશે તેનો રિવાજ
ક્રુદ્ધ નફરતની નજરથી નીકળો

સો સલામો નીકળ્યા જે રાહગીર
કંટકો ને શૂળ પરથી નીકળો

રોકશે માની લીધેલું મોત પણ
કે ગુલામીની કબરથી નીકળો

No comments:

Post a Comment