એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Saturday, May 23, 2015

સૂરજ ભણી


 

 

ડુંગરા તોડ્યા અને ખીણો ભરી

મેં રિવાજો સામટા નાખ્યા દળી

ખૂંચવા જેવી રહે ના કાંકરી.

 

ટેકરા ખાડા થયા સમથળ હવે,

ઉપજે મારો કહેતા ગર્વ જ્યાં,

એ જ રસ્તે હું અને આ પળ હવે.

 

સાંભળી વાતો અહીં જે ભીંતની,

ક્યાંક માથું ઉંચકે ના તે ફરી,

આમ તો ભીંતો હશે અતીતની.

 

એક બિંદુ વાક્ય પૂરું થાય ત્યાં

એ જ બિંદુમાં વિસામો  બે ઘડી,

શબ્દ બીજે તો ઘડી રોકાય ના.

 

અંધકારોના ઉધામા અવગણી,

આ અમારી સૂર્યવંશી ચેતના,

શબ્દ સંગાથે હવે સૂરજ ભણી.


 

No comments:

Post a Comment