અમે તારા નથી
હોઠ ત્યાં સંઘર્ષના નારા નથી
એમ લાગે કે અમે તારા નથી
કેળવાયા તેમ ભરમાયા વધુ
હા હવે સુખદુઃખ સહિયારાં નથી
ભૂખ બેકારી અભાવો અંધકાર
આ ઘરોમાં માત્ર શ્વસનારા નથી
રોશની આવી ઘરોમાં જેમના
તેમને મન ક્યાંય અંધારાં નથી
ઉંચકે માથાં દિવાલો સામટી
ભોંયભેગી આજ કરનારા નથી
No comments:
Post a Comment