તું બોલતો નથી.
તારા વતી કોણ બોલે?
અહીં તો જૂજ એવા
જે બીજા વતી બોલે.
તું નથી બોલતો એટલે
એમ જ લાગે છે
જાણે તું અહીં રહેતો જ નથી.
પંખી ટહુકો કરીને ,
સિંહ ત્રાડ પાડીને,
પર્વત પડઘો પાડીને ,
પોતાના અસ્તિત્વનું એલાન કરે જ છે.
તું તો એવું પણ નથી કરતો.
તું નથી બોલતો પણ.
તારી અંદર ઊંડે
ચાલે છે ઉથલપાથલ મોટી
તારો ચહેરો જ કહી આપે છે
પણ તું કશું બોલતો નથી એટલે
કશું જ બહાર આવતું નથી.,
ચુપકીદી કાંઈ જ બહાર આવવા દેતી નથી.
કોને ફૂરસદ છે
તારી અંદર ઊંડે ઉતરીને,
તારી ભીતરનો ચિતાર મેળવી આપે ?
તું બોલીશ તો ભૂકંપ નથી આવી જવાનો.
નહીં બોલે તો જ ભૂકંપ આવશે
તારી ભીતર
જે તોડી નાખશે તને
વિખેરી નાખશે તને.
પછી તું બોલે તે નક્કામું.
તું બોલે તે જ સારૂં છે
તારે માટે...
No comments:
Post a Comment