આસ્થા સાથે ભજ્યો ઈશ્વર તને
ક્યાં કદી માન્યો હતો પથ્થર તને?
ના મળી તોયે ગરિમા ભક્તની
તોય ભક્તિભાવ ને આદર તને
પ્રશ્ન પૂછે મંદિરે તારા વતી
ના પહોંચ્યો એક પણ ઉત્તર તને
દેવદાસીના અભરખા તેમને
તે બતાવે છે હજીયે વર તને
હોંશથી લોકો ચડાવે અન્નકૂટ
કોણ ત્યાં ધરાય? છે ખબર તને?
જેમ ચોખા ગોળ સાકાર તેલ ઘી
તેમ રાખ્યો છે દુકાનો પર તને
ઉપજે નાણાં વધુ વિદેશમાં
ને પ્રભુ ચોરી જતો તસ્કર તને
સર્વ શક્તિમાન ઈશ્વર તું છતાં
કેમ ગઝનીએ કર્યો કંકર તને?
છેતરી હું ના શકું આજે મને
એટલે છોડ્યો હવે તને
No comments:
Post a Comment