એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Saturday, May 2, 2015

રોજના




હૂણને વેશે ફરે છે રોજના
મોતનાં ખિસ્સામાં ભરે છે રોજના

આવતું જોઈ રહ્યા છે રામરાજ
રક્ત ઝાઝમ પાથરે છે રોજના

બીક જેને તૂટતા સામ્રાજ્યની
તે હવાથી પણ ડરે છે રોજના

પાનખર તો ખેરવી લે પર્ણને
વૃક્ષ અહીયાં તો કરે છે રોજના

મૃત્યુને આજે સમર્પિત આ ગઝલ
કે મરશિયા તો અરે છે રોજના

No comments:

Post a Comment