આ ઇન્કલાબ લાવી તેની વિચારધારા
અંગાર એટલે તો યુગોના ઊંહકારા
વિચારનો જ મહિમા છે આ સદીનો સૂરજ
વિચારની જ વાણી છે ચંદ્ર ને સિતારા
આપી છે હાર તેણે યુગની પરંપરાને
મુક્તિ અનુભવે છે ભીંતોમાં જીવનારા
વ્યાપી હવાની જેમ જ સઘળે વિચારવાણી
પાવન થયા સમયના અદ્રશ્ય આ કિનારા
એળે નથી જતા આ જન્મો રિવાજ મુજબ
જીવાય છે હવે તો આ શ્વાસ એકધારા
No comments:
Post a Comment