એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Monday, May 4, 2015

હોવા છતાં નથી




સ્વીકારવા યોગ્ય હોય ના, સ્વીકારતા નથી
ચાહી ભલે શકાય ના, ધિક્કારતા નથી

ફૂલો કદાચ પાથરી શકતા નથી અમે
કાંટા બની કદીય અમે વાગતા નથી

માથે નથી ચડાવતા ફરમાન જેમનાં
એવા ઘણા કહે છે અમે ગાંઠતા નથી

આવી ગઈ છે શબ્દમાં તેની અનુભૂતિ
પીડા કદીય હોઠ ઉપર લાવતા નથી

તેને નસીબ માની તરસને જીવી ગયા
સુખની નદી જમીન પર હોવા છતાં નથી

No comments:

Post a Comment