એ.કે.ડોડિયા

એ.કે.ડોડિયા

Monday, May 4, 2015

આ માણસો




તુચ્છ મચ્છર જેમ જીવીને મરે આ માણસો
એમ લાગે કે અમસ્તા અવતરે આ માણસો

ઉંચકે માથું પશુ પણ પારખી ભયની દિશા
એટલું પણ કામ કયાં  હકથી કરે આ માણસો?

નાં બચે ભૂમિ કદાચિત બાંધવા માટે ઘરો
ચોતરફ મંદિર મસ્જિદ પાથરે આ માણસો

સામટા વિનાશનું કારણ ગણાવે છે છતાં
એ જ એટમને બગલમાં લઇ ફરે આ માણસો

આવનારો કોક મૂકીને જતો સૂરજ નવો
નહિ તો જન્મે એ જ અંધારે મરે આ માણસો

No comments:

Post a Comment