શબ્દમાં
અસ્તિત્વનો ટંકાર લખ.
શબ્દમાં સંઘર્ષ
પહેલી વાર લખ.
માત્ર કોલાહલનો
અવસર ના બને ,
શબ્દમાં તું મૌનનો
વહેવાર લખ.
શબ્દમાં યુગની
પીડાઓ આવશે,
ચોતરફથી આવતો
ચિત્કાર લખ.
કોક પળ તો અર્થ
તેના ઝીલશે,
ભીંત પર ઉપસી
રહ્યા આકાર લખ.
કાફલા ત્યાંથી
જશે સૂરજ ભણી,
રાત સોંસરવો કોઈ
વિચાર લખ.
વણલખી છે વેદનાઓ
આપણી,
લખ , બધી ઘટનાઓ સવિસ્તાર લખ.
ભેદ માણસમાં જુએ
એ આંખ પર,
પૂરી માનવજાતનો
ફિટકાર લખ.
No comments:
Post a Comment